Apke Lekh Details

To post comments on this Lekh you need to be logged in.

Mr nagar a.
Mr nagar a. nagarpati@yahoo.co.in N
Subject : Vishwakarma Ji ki aarati in Gujrati

ૐ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આરતી ૐ
જયદેવ જયદેવ જય જય સુખકારી.....પ્રભુ
કાંબી કમંડળ ધારી, હંસા પર સવારી જયદેવ
આદિ અનાદિ દેવ, ઇલોરગઢ વાસી...પ્રભુ.
ભક્તિ કરે જન ભાવે, દુ:ખ જાયે નાસી જયદેવ
વૃધ્ધ સ્વરૂપ વિમોહિન, વિશ્વહરી મારા...પ્રભુ
વાસ્તુ અંધક સાથ, શોભે છે સારા જયદેવ
સુત્ર પુસ્તકધારી, અતિ આનંદકારી...પ્રભુ
શું વંદુ જસ રચનાએ, સુર સંકટ હારી જયદેવ
આપ વિના પ્રભુ મારો, એક નથી આરો...પ્રભુ
હું અપરાધી ભારી, ભવસાગર તારો જયદેવ.
વિષય વાસના મારી, તે પ્રભુ નિવારો.....પ્રભુ
ચરણે મુજને રાખો, નવ કરશો ન્યારો જયદેવ
સૃષ્ટિ માત્રને આપ, સુખ કરતા સ્વામી....પ્રભુ
દાસ હું શરણે આવી, કહું છું શીરનામી જયદેવ
હરિ ગોવિંદજી ગાવે, આરતી અતિભાવે...પ્રભુ
વિશ્વ પ્રભુને ભજતા, ભવ સંકટ જાવે જયદેવ.
શ્રી વિશ્વકર્મા દેવ કી જય

Post Comments
User Pic